ઈરાન: કાસિમ સુલેમાનીના જનાજામાં ભાગદોડ મચી, 35 લોકોના મોત, 48 ઘાયલ 

ઈરાન (Iran) થી એક હચમચાવી નાખે તેવા સમાચાર આવ્યાં છે. શુક્રવારે ઈરાકમાં અમેરિકી ડ્રોન હુમલામાં માર્યા ગયેલા ઈરાનના સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાની (Qassem Suleimani) ના જનાજામાં ભાગદોડ મચી. આ ભાગદોડમાં અત્યાર સુધી 35 લોકોના મોત થયા છે.

ઈરાન: કાસિમ સુલેમાનીના જનાજામાં ભાગદોડ મચી, 35 લોકોના મોત, 48 ઘાયલ 

તહેરાન: ઈરાન (Iran) થી એક હચમચાવી નાખે તેવા સમાચાર આવ્યાં છે. શુક્રવારે ઈરાકમાં અમેરિકી ડ્રોન હુમલામાં માર્યા ગયેલા ઈરાનના સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાની (Qassem Suleimani) ના જનાજામાં ભાગદોડ મચી. આ ભાગદોડમાં અત્યાર સુધી 35 લોકોના મોત થયા છે. જ્યારે 48 લોકો ઘાયલ છે. પોતાના લોકપ્રિય નેતાને અંતિમ વિદાય આપવા માટે લાખોની સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉમટી પડ્યા હતાં. રિપોર્ટ્સ મુજબ જનાજામાં 10 લાખથી વધુ લોકો શામલ થયા હતાં. 

સુલેમાની કરમાન શહેરના હતાં. તેમના મૃતદેહને ઈરાકથી પહેલા અહવાઝ અને ત્યારબાદ તહેરાન તથા હવે કેરમન લાવવામાં આવ્યો છે. અહીં તેમના અંતિમ સંસ્કાર થવાના છે. ગૃહશહેરમાં મોટી સંખ્યામાં લોકો તેમને અંતિમ વિદાય આપવા માટે ભેગા થયા. તેહરાન, કોમ, મશહદ અને અહવાઝમાં પણ લાખોની સંખ્યામાં લોકો હાજર હતાં. મોટી સંખ્યામાં લોકો આઝાદી ચોક પર ભેગા થયા જ્યાં રાષ્ટ્રીય ઝંડામાં લપેટેલા બે તાબુત રાખવામાં આવ્યાં હતાં. એક તાબુત સુલેમાનીનો અને બીજો તેમના નજીકના સહયોગી બ્રિગેડિયર જનરલ હુસૈન પુરજાફરીનો હતો. શીરાજથી પોતાના કમાન્ડરને અંતિમ વિદાય આપવા માટે કરમાન આવેલા લોકોમાંથી એકનું કહેવું હતું કે અમે પવિત્ર સુરક્ષાના મહાન કમાન્ડરને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યાં છીએ. 

— The Associated Press (@AP) January 7, 2020

જુલુસમાં સામેલ હિમ્મત દેહગાનનું કહેવું હતું કે હજ કાસિમથી લોકો માત્ર ઈરાન કે કરમાનના લોકો જ પ્રેમ ન હતા કરતા પરંતુ સમગ્ર દુનિયાના લોકો તેમને પ્રેમ કરતા હતાં. 56 વર્ષના પૂર્વ સૈનિકે કહ્યું કે સમગ્ર દુનિયા, મુસલમાનો, શિયાઓ, ઈરાક, ઈરાન,સીરિયા, અફઘાનિસ્તાન અને ખાસ કરીને ઈરાન, તમામ પોતાની સુરક્ષા માટે તેમના આભારી છે. સુલેમાની ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈ બાદ બીજા સૌથી શક્તિશાળી વ્યક્તિ ગણાતા હતાં. જ્યારે અમેરિકા તેને પોતાના સૈનિકોના મોત માટે જવાબદાર 'આતંકવાદી' ગણતું હતું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news